Poem

બ્રહ્માંડ

બ્રહ્માંડનું કદ,
લંબાઈપહોળાઈગહરાઈની
વિજ્ઞાનને પણ નથી ખબર.
 
જે બકે ખબર હોવાનું
 મૂર્ખાઓનો ગરીબ રાજા,
વ્યથાની ગાથા કરનારા.
 
ખબર હોવાની ચેષ્ટા કરનારા
ઢોંગ ધતીંગના વેપારી,
પેટ ભરવા નથી હોંશિયારી.
 
બ્રહ્માંડનું કદ કહેનારા કોઈ નથી.
બે હાથ જોડી માથું નમાવી
નમ્રતાથી ઝૂકનારા ક્યાં છે?
 
ના કોઈ કદી જાણશે બ્રહ્માંડનું કદ
વધે છે કે ઘટે છે,
રહસ્યને રહસ્ય રહેવા દો .
 
વિજ્ઞાનને પણ નથી ખબર,
જીદ ના કરો જાણવાની
અજ્ઞાનને જીતવા દો.