Poem બ્રહ્માંડ બ્રહ્માંડનું કદ,લંબાઈ, પહોળાઈ, ગહરાઈનીવિજ્ઞાનને પણ નથી ખબર. જે બકે ખબર હોવાનુંએ મૂર્ખાઓનો ગરીબ રાજા,વ્યથાની ગાથા કરનારા. ખબર હોવાની ચેષ્ટા કરનારાઢોંગ ધતીંગના વેપારી,પેટ ભરવા નથી હોંશિયારી. બ્રહ્માંડનું કદ કહેનારા કોઈ નથી.બે હાથ જોડી માથું નમાવીનમ્રતાથી ઝૂકનારા ક્યાં છે? ના કોઈ કદી જાણશે બ્રહ્માંડનું કદવધે છે કે ઘટે છે,રહસ્યને રહસ્ય રહેવા દો . વિજ્ઞાનને પણ નથી ખબર,જીદ ના કરો જાણવાનીઅજ્ઞાનને જીતવા દો.